EXCLUSIVE: આગામી રેલવે બજેટમાં આ ત્રણ મુદ્દા પર રહેશે મોદી સરકારનું ફોકસ, જાણો કોને થશે ફાયદો

મોદી સરકારના બીજા કાર્યકાળમાં ઈન્ફ્રા સેક્ટર પર જબરદસ્ત ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકાર રસ્તાથી લઈને હવાઈ માર્ગ સુધીના રોકાણ અને વિસ્તારને વધારવા માટે પગલાં લઈ રહી છે.

EXCLUSIVE: આગામી રેલવે બજેટમાં આ ત્રણ મુદ્દા પર રહેશે મોદી સરકારનું ફોકસ, જાણો કોને થશે ફાયદો

નવી દિલ્હી: મોદી સરકાર (Modi Government) ના બીજા કાર્યકાળમાં ઈન્ફ્રા સેક્ટર પર જબરદસ્ત ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકાર રસ્તાથી લઈને હવાઈ માર્ગ સુધીના રોકાણ અને વિસ્તારને વધારવા માટે પગલાં લઈ રહી છે. સરકારના આ વલણને જોતા લોકોને મોદી સરકાર પાર્ટ 2ના આગામી નાણાકીય બજેટ પાસેથી ઘણી આશાઓ છે. આશાઓની પોટલી લઈને ભારતીય રેલવે તથા રેલવે મુસાફરો પણ તૈયાર જ છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ આગામી રેલવે બજેટ ત્રણ સ્તંભો પર ટકેલું હશે. ઈન્ફ્રા, પ્રાઈવેટ અને સુરક્ષા. આ વખતે રેલવે બજેટમાં ટ્રેન સેટ 18 કે વંદે ભારત ટ્રેનોને વધુમાં વધુ રૂટ પર ચલાવવાની જાહેરાત શક્ય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રેલવે મંત્રાલયમાં એ વાત પર લગભગ સહમતિ બની ગઈ છે કે ભારતીય રેલવેનું ભવિષ્ય ટ્રેન સેટ જેવી ટ્રેનોમાં જ છે. આથી ફેઝ મેનરમાં એન્જિનથી ચાલતી ટ્રેનો ઓછી કરાશે અને આગામી બજેટથી તેની શરૂઆત પણ થઈ જશે. 

રેલવે મંત્રાલય દિલ્હી-અમૃતસર, દિલ્હી-જયપુર, જેવા રૂટ પર હવે વધુ ટ્રેન સેટ ચલાવવા માંગે છે. સરકાર આગામી રેલવે બજેટમાં પ્રાઈવેટ ટ્રેનો માટે પોતાનું વલણ વધુ સ્પષ્ટ કરશે. રેલવે બજેટમાં તેજસ અને વંદે ભારત જેવી પ્રીમીયમ ટ્રેનોને આઈઆરસીટીસીને સોંપવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો 5 વધુ ટ્રેનો IRCTCને સોંપાઈ શકે છે. પહેલા આ ટ્રેન IRCTC ચલાવશે અને ત્યારબાદ પ્રાઈવેટ પ્લેયરને સોંપાઈ શકે છે. 

જુઓ LIVE TV

મિશન સ્પીડ અપગ્રેડ-રેલવે આ તમામ રૂટ પર જ્યાં ઈલેક્ટ્રીફિકેશન ટાર્ગેટ લગભગ પૂરો થઈ ગયો છે ત્યાં સ્પીડ વધારવામાં આવી શકે છે. એટલે કે દિલ્હી-મુંબઈ, અને દિલ્હી-કોલકાતા બાદ મુંબઈ-ચેન્નાઈ અને દિલ્હી-ચેન્નાઈને 160 એવરેજ સ્પીડ પર અપગ્રેડ કરાવા માટે જાહેરાત થઈ શકે છે. રેલવેનું પોતાનું સ્પેક્ટ્રમ હોવાના કારણે અનેક દિશાઓમાં સ્પેક્ટ્રમ વપરાશ માટની જાહેરાત આગામી બજેટમાં શક્ય છે. રિયલ ટાઈમ ટ્રેન મોનિટરિંગ, ઓન બોર્ડ એન્ટરટેઈન્મેન્ટ, ઓન બોર્ડ વાઈ ફાઈ જેવી સુવિધાઓની શરૂઆત થઈ શકે છે. 

આ ઉપરાંત રેલવે બજેટમાં ઈન્ફ્રામાં વિકાસ વધારવા પર ભાર રહેશે. રેલવે બજેટમાં ઈલેક્ટ્રિફિકેશન અને સિગ્નલિંગ પર ખાસ ભાર રહેશે. 100 ટકા ઈલેક્ટ્રિફિકેશનના લક્ષ્યને જલદી મેળવવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોની સુવિધાઓ જેમ કે લિફ્ટ, એસ્કેલેટર્સ, દિવ્યાંગ ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનાવવા પર ફોકસ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news